મોરબી : દેવ સોલ્ટ પ્રા.લી.માં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કંપનીના એડિશનલ ડાયરેક્ટર વિવેક સોમાણી, મેનેજર રાજીવ દાસમાહાપાત્રા અને સેફટી ઓફિસર રામવીરસિંગ દ્રારા કંપનીના કર્મચારીઓને વિશ્વ પર્યાવરણ દિવસનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ દિવસની ઉજવણીમાં દેવ સોલ્ટ પટાંગણમાં કંપનીના અલગ અલગ અધિકારીઓ દ્વારા 20 વૃક્ષ રોપવામાં આવ્યા હતા. બધા વૃક્ષોને અધિકારીઓના નામ આપવામાં આવ્યા હતા. જે અધિકારીએ જે વૃક્ષ વાવ્યું હતું તેને તેનું નામ આપવામાં આવ્યું હતું. આ વૃક્ષના સંપૂર્ણ જતનના શપથ પણ લેવામાં આવ્યા હતા.