મોરબી : લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા વસંતઋતુ ની ઉજવણીમાં પર્યાવરણ પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો. જેમાં બી ડિવિઝન પોલીસ મથક મોરબી-૨ ખાતે પર્યાવરણના જતન અને વાતાવરણમાં ઓકસીજનનું પ્રમાણ વધે તે હેતુથી ટ્રી ગાર્ડ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રેસિડેન્ટ લા. ત્રિભોવનભાઈ સી. કુલસરિયા, સેક્રેટરી લા. કેશુભાઈ દેત્રોજા, ખજાનચી લા.નાનજીભાઇ મોરડિયા અને પ્રોજેક્ટ ચેરમેન લા. મહાદેવભાઈ ચીખલીયા તેમજ રીજીયન 2, રિજીયન ચેરમેન પી.એમ.જે.એફ. લા.રમેશભાઇ રૂપાલાના માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવ્યો છે. બી ડિવિઝન પોલીસ મથક, મોરબી-૨માં ફરજ બજાવતા હેડકોસ્ટેબલ લાલજીભાઈ ફેફર અને વિનુભાઈ ચીકાણી તેમજ પૂરા સ્ટાફની મદદથી પોલિસ મથકના ગ્રાઉન્ડમાં ખૂબ સરસ વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ તકે ક્લબના પ્રમુખ ટી.સી. ફૂલતરિયાએ જણાવેલ કે પોલિસકર્મી દ્વારા સમાજ સુરક્ષા, કાયદો અને વ્યવસ્થાની જાળવણી સાથે સાથે પર્યાવરણની જાળવણી કરી સમાજને નવો રાહ ચીંધાયો છે. આ સેવા કાર્યમાં હાજર રહેલ બી ડિવિજન પોલીસ મથક, મોરબી 2ના સમગ્ર સ્ટાફને લાયન્સ કલબ ઓફનમોરબી સીટીના પ્રમૂખ દ્વારા અભિનદન પાઠવેલ હતા.