માળીયા : માળિયા તાલુકાની વર્ષામેડી પ્રા. શાળામાં મારી શાળા હરિયાળી શાળા થીમ અંતર્ગત શાળામાં પધારેલા મુખ્ય મહેમાન બીઆરસી એમ.એમ. રાઠોડ, મોટા દહીંસરા સી.આર.સી. રણજીતભાઈ ડવ તેમજ બદલી પામેલ શિક્ષકો દ્વારા શાળા પરિસરમાં વિદ્યાર્થીઓ સાથે રહીને વૃક્ષારોપણ કર્યું હતું. આ સાથે છોડમાં રણછોડ યુક્તિ અંગે બાળકોને શીખ આપી પર્યાવરણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.