મોરબી : નવોદય વિદ્યાલયના પટાંગણમાં આજે 200 જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ - પ્રાદેષિક કચેરી મોરબી અને નવોદય વિધાલય - ઘુંટુના સંયુક્ત ઉપક્રમે નવોદય વિધાલયના પટાંગણમાં વૃક્ષારોપણનુ આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં વડ, પીપળ, લિમડો, કરંજ, આસોપાલવ અને બોરસલી જેવા આશરે 200 જેટલા વૃક્ષો શાળાના વિધાર્થીઓ દ્રારા સામાજીક વનીકરણ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં જીપીસીબી મોરબીના અધિકારીઓ હાજર રહ્યા હતા. તેમજ શાળાના સંચાલક ગણ બીપીનભાઇ કાંજીયા, કિરીટભાઇ સાણજા, પરસોતમભાઇ કૈલા, મહેશભાઇ બોપલિયા, હર્ષિતભાઇ અઘારા, કાંતિલાલ ચાવડા તથા શિક્ષકગણ તથા હરેશભાઇ બોપલિયાએ ભારે જહેમત ઉઠાવી હતી.