મોરબી : મોરબી જિલ્લા પંચાયતમાં ડીડીઓ દ્વારા નવીનતમ પહેલ કરવામાં આવી છે. જેમાં અહીંના કેમ્પસમાં 20 જેટલી ઔષધિઓના છોડનું વાવેતર કરવામાં આવ્યું છે. આ મામલે જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજાએ જણાવ્યું કે પરંપરાગત ઔષધિઓનો વ્યાપ વધે તે માટે આયુષ વિભાગ સતત પ્રયત્નશીલ છે. જે અંતર્ગત જિલ્લા પંચાયતના કેમ્પસમાં 20 જેટલા ઔષધિય છોડનું વાવેતર કરવામાં આવ્યું છે. જેની દેખરેખ અહીંના આયુષ તબીબો દ્વારા જ રાખવામાં આવશે. વધુમાં અહીં ઔષધિઓ ઊગી ગયા બાદ લોકો તેનો ઉપયોગ પણ કરી શકશે.