જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચ અને ગ્રામજનોની પ્રેરક ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયોમોરબી: હળવદ તાલુકાના ટીકર ગામે આવેલી માતૃશ્રી એમ જે સી વિદ્યા મંદિરના પટાંગણમાં પર્યાવરણના જતન અને સંવર્ધન માટે એક સુંદર વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણ બચાવવાના સંદેશ સાથે શાળાના મેદાનમાં 100 જેટલા વૃક્ષો વાવીને હરિયાળી ક્રાંતિ તરફ કદમ મિલાવવામાં આવ્યા હતા.આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો અને અધિકારીઓ ઉત્સાહભેર જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયત સદસ્ય ધર્મેન્દ્રભાઈ એરવાડીયા, તાલુકા પંચાયત સદસ્ય કવિતાબેન હડિયાળ, ટીકર ગામના સરપંચ, હળવદ આરએફઓ ડાભી, કનકસિંહ, નયનભાઈ, મનસુખભાઈ એરવાડીયા તેમજ પર્યાવરણ પ્રેમી ગામના આગેવાનોએ સાથે મળીને વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત તમામ આગેવાનો અને પર્યાવરણ પ્રેમીઓએ માત્ર વૃક્ષો વાવ્યા જ નહીં, પરંતુ તેનું જતન કરી ઉછેરવાનો પણ સંકલ્પ લીધો હતો.#MorbiUpdate #Halvad #Tikar #TreePlantation #Environment #GreenGujarat #MorbiNews #GujaratNews