મોરબી : મોરબી જિલ્લા કિસાન મોરચા દ્વારા વોર્ડ નંબર 11માં પંચાસર રોડ ઉપર આવેલ નીલકંઠ મહાદેવ મંદિરના પટાંગણમાં (માધાપર વાડી પ્રાથમિક શાળાની બાજુમાં) વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણ કાર્યક્રમમાં પ્રદેશ કિસાન મોરચાના મંત્રી રાણસીભાઈ ગઢવી, પૂર્વ મોરચા પ્રમુખ પ્રભુભાઈ પનારા, નવનિયુકત મોરબી જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ પ્રદ્યુમ્નભાઈ માકાસણા, મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન. કે. પરમાર, મોરબી શહેર મંત્રી જીતુભાઈ પટેલ, જિલ્લા કિસાન મોરચાના મંત્રી વસંતભાઈ કંજારીયા, કોષાધ્યક્ષ કે. કે. પરમાર, નગરપાલિકાના સદસ્ય હર્ષદભાઈ કંજારીયા, માવજીભાઈ કંજારીયા, ભગવાનજીભાઈ કંજારીયા, લાલજીભાઈ પરમાર, ગિરિરાજસિંહભાઈ, સ્થાનિક આગેવાનો દેવકરણભાઈ નકુમ, પ્રભુભાઈ નકુમ, વશરામભાઈ નકુમ, વિપુલભાઈ સંતોકી, સ્થાનિક આગેવાનો અને સંનિષ્ઠ કાર્યકર્તાઓ હાજર રહ્યા હોવાનું કોષાધ્યક્ષ કે. કે. પરમારની યાદીમાં જણાવાયું છે.