બાગાયત ખેડૂતોએ https://ikhedut.gujarat.gov.in ઉપર 31 મે સુધીમાં અરજી કરવી મોરબી : મોરબી જિલ્લાનાં ખેડૂતો માટે કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ)ના વર્ષ 2022-23ના નવા વાવેતર માટે સહાયઘટકમાં ગુજરાત સરકારના બાગાયત ખાતા દ્વારા નિયમોનુસાર નોર્મસ પ્રમાણે સહાય આપવામાં આવે છે. આ સહાયમાં સામાન્ય જાતિના ખેડૂતને ખર્ચના 50 ટકા અથવા મહત્તમ રૂ. ત્રણ લાખમાંથી બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે અને અનુસુચિત જનજાતિ અને અનુસુચિત જાતિના ખેડૂત માટે ખર્ચના 75 ટકા કે મહત્તમ રૂ. 4.50 લાખ પ્રતિ હેકટર અથવા યુનિટકોસ્ટ મર્યાદામાં મહતમ રૂ.6 લાખ પ્રતિ હેકટર સુધી સહાય આપવામાં આવશે. જે મેળવવા માટે તા.31-5 સુધીમાં https://ikhedut.gujarat.gov.in ઉપર અરજી કરી, અરજીની પ્રિન્ટ નકલ સાથે સાધનીક કાગળ જેવા કે નવા 7-12, 8 અ આધારકાર્ડ નકલ, બેંક પાસબુક નકલ અને રદ કરેલ ચેક, વગેરે સાથે રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, 226-227 તાલુકા સેવા સદન, લાલબાગ પર સમય મર્યાદામાં રજૂ કરવા નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.