કાલરીયા પરિવાર આયોજિત કથા દરમિયાન વિવિધ પ્રસંગો ઉજવાશે મોરબી : મોરબી તાલુકાના ચકમપર (જીવાપર) ગામમાં આયોજિત શ્રીમદ ભાગવત કથામાં આજે માધવ કાન ગોપી મંડળ કલા પ્રસ્તુત કરશે. તા. 25મીએ રાત્રે સંતવાણીનો કાર્યક્રમ યોજાશે અને કથા દરમિયાન વિવિધ પ્રસંગો ઉજવાશે. ચકમપર (જીવાપર) ગામમાં કાલરીયા પરિવાર દ્વારા તેમના નિવાસ સ્થાને તા. 20થી 26 નવેમ્બર સુધી બપોરે 2થી 6 વાગ્યા સુધી સંત ડો. દિલીપના વ્યાસપીઠ સ્થાને શ્રીમદ ભાગવત કથા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત આજે તા. 23ના રોજ માધવ કાન ગોપી મંડળ (પીપળીયા) દ્વારા રાત્રે 9 કલાકે કલા પ્રસ્તુત કરવામાં આવનાર છે. તેમજ તા. 25ના રોજ રાત્રે 9 કલાકે સંતવાણીના કાર્યક્રમ કલાકાર શૈલેષ મહારાજ ભજનો રજૂ કરશે. આ ઉપરાંત, તા. 24એ કૃષ્ણલીલાઓ, 25એ રુક્મિણી વિવાહ અને 26એ પરીક્ષિત મોક્ષ સહિતના પ્રસંગોનું રસપાન કરાવાશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..