ભાગ લેવા માટે નિયત નમુનાનાં અરજી જરૂરી બિડાણ સાથે જિલ્લા રમતગમત અધિકારીની કચેરીને મોકલી આપવા અનુરોધ મોરબી : ગુજરાત રાજયમાં કેળવણી પામેલ યુવક-યુવતીઓને શૈક્ષણિક લાયકાત અનુસાર સરકારી, અર્ધસરકારી કે બીન સરકારી સંસ્થાઓમાં નોકરી-જોબ માટે લેખિત તેમજ મૌખિક કસોટી માટે ઉપસ્થિત રહેવું પડે છે. જેની પૂર્વ તૈયારી માટે ઓનલાઈન ઈન્ટરવ્યુ માર્ગદર્શન તાલીમ શિબિર (વેબીનાર)નું મોરબી જિલ્લામાં આયોજન થનાર છે. જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા આયોજીત આ શિબિરમાં ઓછામાં ઓછા ૧૦૦ યુવક-યુવતીઓ (૫૦ પ્રત્યક્ષ હોલમાં અને ૫૦ ઓનલાઈન) ભાગ લઈ શકશે. આ શિબિર-વેબીનારમાં જોડાવા ઈચ્છતાં મોરબી જિલ્લાનાં ૧૮ થી ૩૫ વર્ષની વય ધરાવતાં યુવક-યુવતીઓએ નિયત નમુનાનાં અરજી ફોર્મમાં પોતાની અરજી જરૂરી બિડાણ સાથે જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, રૂમ નં. ૨૫૭, બીજો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી ખાતે તા.૨૩/૦૭/૨૦૨૧ સુધીમાં મોકલી આપવાની રહેશે. તેમજ વધુ માહિતી કચેરી સમય દરમિયાન ફોન નં.૯૭૧૪૯૦૪૬૬૯ ઉપરથી મેળવી શકાશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ વ્યાસની યાદીમાં જણાવાયું છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..