મોરબી: તારીખ ૨૪ને રવિવારે(આવતીકાલે) મોરબીની બાળકોની હોસ્પિટલ 'સ્નેહ' દ્વારા અમૃતમ હોસ્પિટલ, ૩-જો માળ, ૧૧- સાવસર પ્લોટ, આશિર્વાદ હોસ્પિટલની બાજુમાં બાળકો માટે સવારે ૧૦:૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી મફત નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજકોટની 'અમૃતા' બાળકોની હોસ્પિટલના બાળરોગ નિષ્ણાંત ડૉક્ટર અલ્પેશ રાંકજા દ્વારા નિદાન કરવામાં આવશે. આ કેમ્પમાં તમામ પ્રકારની એલર્જી, વારંવાર થતી શરદી-ઉધરસ, વજન ન વધવું, શ્વાસના રોગો, અસ્થમા, હૃદયનાં રોગ, આંચકી વગેરે નું નિદાન, છ મહિના પછી બાળકોને ખોરાકનું માર્ગદર્શન, બાળકોને લાગતી રસીઓનું માર્ગદર્શન ઉપરાંત ૦ થી ૧૮ વર્ષ સુધીના બાળકોના તમામ રોગોનું નિદાન કરવામાં આવશે. આ નિદાન કેમ્પનો લાભ લેવા માટે (૦૨૮૨૨)૨૨૪૨૪૮ અને ૯૦૧૬૫૨૭૯૧૬ નંબર પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en