દરેક વિમાનમાં લાગેલું બ્લેક બોક્ષ શુ હોય છે ? તે કેવી રીતે કામ કરે છે ? : જાણો સંપૂર્ણ વિગતોમોરબી : અમદાવાદ એરપોર્ટ પરથી 242 મુસાફરોને લઈને લંડન જતું એર ઈન્ડિયાનું બોઈંગ 787-8 ડ્રીમલાઈનર વિમાન ટેકઓફ કર્યા પછી તરત જ ક્રેશ થયું, જેમાં એક પેસેન્જર સિવાય બાકી તમામના મોત થયા હોવાનું કહેવાય રહ્યું છે. ત્યારે હવે આ દુર્ઘટના સર્જાવા પાછળનું ચોક્કસ કારણ શુ છે તે બ્લેક બોક્સ ઉપરથી જ ખબર પડશે. બ્લેક બોક્ષ ઉપરથી તપાસ કરવાની આ પ્રક્રિયાને અમુક અઠવાડિયા લાગી શકે છે.નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) ના જણાવ્યા અનુસાર, ફ્લાઇટ Al-171 વિમાને રન- વે 23 પરથી બપોરે 1:39 વાગ્યે ઉડાન ભરી અને થોડીવાર પછી MAY DAY કોલ જારી કર્યો. વિમાન એરપોર્ટની બહાર મેઘાણી નગર વિસ્તારમાં ક્રેશ થયું. જ્યારે તે માત્ર 625 ફૂટની ઊંચાઈએ પહોંચ્યું અને એક વિશાળ વિસ્ફોટ થયો. કેપ્ટન સુમિત સભરવાલ અને ફર્સ્ટ ઓફિસર ક્લાઈવ કુંદર 232 મુસાફરો અને 10 ક્રૂ સભ્યોને લઈને લંડન જનારા વિમાનનું નેતૃત્વ કરી રહ્યા હતા. હવે આ બનાવમાં વિમાનનું બ્લેક બોક્સ દુર્ઘટના પાછળનું ચોક્કસ કારણ જાણવા મળશે. બ્લેક બોક્સથી ચોક્કસપણે જાણવા મળશે કે અકસ્માત યાંત્રિક નિષ્ફળતા, એન્જિન નિષ્ફળતા, પક્ષી અથડામણ, બોર્ડમાં આગ કે પછી માનવ ભૂલને કારણે થયો હતો. બ્લેક બોક્ષ શુ હોય છે ?ફ્લાઇટ સાથે સંકળાયેલી કોઈપણ અકસ્માત શોધવા માટે હંમેશા બ્લેક બોક્સનો ઉપયોગ કરવામાં આવે છે. તે વિમાનની ઉડાન દરમિયાનની બધી ફ્લાઇટ પ્રવૃત્તિઓ રેકોર્ડ કરે છે. આ કારણોસર તેને ફ્લાઇટ ડેટા રેકોર્ડર (FDR) પણ કહેવામાં આવે છે. તેને સુરક્ષિત રાખવા માટે, તે સૌથી મજબૂત ધાતુ ટાઇટેનિયમથી બનાવવામાં આવે છે. ઉપરાંત, અંદરની દિવાલો એવી રીતે બનાવવામાં આવી છે કે જો કોઈ અકસ્માત થાય તો પણ બ્લેક બોક્સ સુરક્ષિત રહે અને તેમાંથી સમજી શકાય કે ખરેખર શું થયું હતું. બ્લેક બોક્ષ નામ સાંભળી એવું લાગે કે, તે એક કાળો ડબ્બો હશે. પરંતુ આવું બિલકુલ હોતું નથી. બ્લેક બોક્સ પોતાના નામથી બિલકુલ અલગ નારંગી રંગનું હોય છે બ્લેક બોક્સ ખુબ મજબુત હોય છે. જેને પ્લેનના પાછળના ભાગમાં રાખવામાં આવે છે.બ્લેક બોક્સનું કામ શું હોય છે?આ એક એવું ઉપકરણ છે જે ઉડાન દરમિયાન વિમાનનો સંપૂર્ણ ડેટા એકત્રિત કરે છે. તેનું મુખ્ય કાર્ય એ શોધવાનું છે કે, વિમાન દુર્ઘટના કે કોઈ ગંભીર ઘટના દરમિયાન શું થયું? ડેટા એકત્રિત કરવાનો છે. દરેક વિમાનમાં બે ડેટા રેકોર્ડર હોય છે, જે એકબીજા સાથે જોડાયેલા હોય છે. બ્લેક બોક્સ સુરક્ષિત રહે છે કારણ કે તે ટાઇટેનિયમથી બનેલું છે અને તેમાં અનેક સ્તરો છે. જો વિમાનમાં આગ લાગી જાય તો પણ તેના નાશ થવાની શક્યતા લગભગ નહિવત્ છે કારણ કે તે લગભગ 1 કલાક સુધી 10,000 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાનનો સામનો કરી શકે છે. આ પછી પણ, આ બોક્સ આગામી 2 કલાક સુધી લગભગ 260 ડિગ્રી તાપમાન સહન કરી શકે છે. તેની એક ખાસિયત એ છે કે તે લગભગ એક મહિના સુધી લાઈટ વિના કામ કરે છે, એટલે કે ક્રેશ થયેલા વિમાનને શોધવામાં સમય લાગે તો પણ, ડેટા બોક્સમાં સાચવેલો રહે છે.