દુર્ઘટના વેળાએ અંદાજે 50 જેટલા ઈન્ટર્ન તબીબો હાજર હોવાના અહેવાલ, સ્થાનિકો પાસેથી દુપટ્ટા લઈને લાશના ટુકડા તેમાં ભરવા પડ્યા મોરબી : અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન જે જગ્યાએ ક્રેશ થઈને પડ્યું તે બિલ્ડીંગ ઈન્ટર્ન ડોક્ટરની હોસ્ટેલ હતી. દુર્ઘટના વેળાએ આ હોસ્ટેલમાં 50થી 60 ઈન્ટર્ન ડોક્ટર હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં અનેક ડૉક્ટરના મોત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. અતુલ્ય 1, 2, 3 અને 4 નામની બિલ્ડીંગમાં જ્યાં રેસિડેન્ટ ડોક્ટરો રહેતા હતા તે બિલ્ડીંગને પ્લાન અથડાયું હતું. આ બિલ્ડિંગમાં આરામ કરતા રેસિડેન્ટ ડોક્ટરો સહિત અને લોકો પ્લેન ક્રેશમાં મૃત્યુ પામ્યા છે. અતુલ્ય બિલ્ડીંગોમાં જ્યાં રેસિડેન્ટ ડોક્ટરો હતા તે બિલ્ડીગમાં ધડાકા સાથે આગ લાગી હતી. સ્થળ પર અફરા તફરીનો ભારે માહોલ હતો. એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી ત્યારે અંદર જઈને જોયું તો હોસ્ટેલનો કાટમાળ વિખેરાયેલો પડ્યો હતો અને ઘણા ઈન્ટર્ન ડોક્ટરના મોત થયા હતા. ઘણાના તો મૃતદેહના ટુકડા થઈ ગયા હતા.હોસ્ટેલમાં સ્થિતિ એવી હતી કે, સ્ટ્રેચર ખૂટી પડ્યા હતા. લાશના ટુકડા ભેગા કરવા પડ્યા હતા. કોની બોડી છે તે ખ્યાલ આવે નહીં તેવી સ્થિતિ છે. લાશ ઉપાડવા માટે આશપાસની મહિલાઓએ દુપટ્ટા આપવા પડ્યા હતા.