સિરામિક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાની નિમણૂક; હવે સિરામિક ઇન્ડસ્ટ્રીઝને પ્રશ્નોના નિરાકરણ આવશે મોરબી : સીજીએસટીની રાજ્યકક્ષાની ફરિયાદ નિવારણ સમિતિમાં મોરબી સિરામીક એસોસિએશનના પ્રમુખ નિલેષભાઇ જેતપરીયાની સભ્ય તરીકે નિમણુંક થઈ છે. જેથી હવે ઉદ્યોગોને સતાવતા જીએસટી પ્રશ્નોના નિરાકરણ થવાની સાથે જીએસટીને લગતી અન્ય બાબતો વિભાગ સુધી ખૂબ સરળતાથી પહોંચી શકશે. ગુજરાત રાજ્યના અમદાવાદ સીજીએસટી ઝોન માટે ઝોનલ 'ફરિયાદ નિવારણ સમિતિ' ની રચના કરવામા આવેલ છે અને તેમા જીએસટી સંબંધિત મુદ્દાઓ પર કરદાતાઓની ફરિયાદોને દૂર કરવા માટે તેમજ ઔધોગિક પ્રશ્ર્નો અને તેને વાચા આપવા માટે જીએસટીની રાજ્યકક્ષાની કમીટીમાં મોરબી સિરામીક એસોસિએશનના પ્રમુખ નિલેષભાઇ જેતપરીયાનો સમાવેશ થયો છે. આ કમીટીમા કુલ 23 મેમ્બરમાથી મેન્યુફેક્ચરર કરતા હોય તેવા ફકત બે જ એસોસિએશન તેમજ 13 જુદા જુદા ચેમ્બર અને એસોસિએશનનો સમાવેશ કરવામા આવ્યો છે. જેમા ઉત્પાદક એસોસિએશનમાં સ્પીનીંગ તેમજ સિરામીક એસોસિએશનને લેવામા આવ્યા છે. મોરબી જીલ્લાને પ્રથમ વખત જ કમીટીમા સ્થાન મળતા મોરબી જીલ્લાના જીએસટીને લગતા સજેશનો તેમજ પ્રશ્નોને વાચા મળશે. સાથે જીએસટી અને ઉધોગો વચ્ચે સુચારૂ સંકલન થશે.