ટંકારા : ટંકારાના દેવળીયા ગામે ખેત મજૂરી કરતા પરિવારમાં પિતાએ બાળકને ભણવા મુદ્દે ઠપકો આપતા ૧૨ વર્ષના બાળકે ઝેરપી લેતા મોત નીપજ્યું હતું. બનાવ અંગે મળતી માહિતી મુજબ ટંકારા ના દેવળિયા ગામે રવિભાઈ ખિમજીભાઈની વાડીમા રહેતા અને ખેત મજૂરી કરી પેટીયુ રળતા જગદીશ ભાઈ નાયકે તેના વાલસોયા પુત્ર વિજય ઉ. વ 12 ને ભણવા બાબતે ઠપકો આપ્યો હતો અને બાપના વેણ ને વેરી ગણી પુત્ર એ વખ ધોરી લેતા સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા પરંતુ સારવાર કારગત નિવડી ન હતી અને વિજય નુ મોત નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસ ને જાણ થતાં આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.