નવલા નોરતા આવી રહ્યા છે અને કચ્છમાં માં આશાપુરા દર્શને હજારોની સંખ્યામાં ઠેરઠેર શહેરો અને ગામડાએથી ભાવીકો ઉમટી પગપાળા દર્શને જતા હોય છે અને આ પદયાત્રીઓની સેવામાં સેવાભાવી લોકો દ્વારા રસ્તામાં અનેક કેમ્પનુ આયોજન કરવામાં આવે છે. માં આશાપુરાની આરાધના અને વિશ્વાસની જયોત સેવા કરીને પ્રગટાવી રાખતા હોય છે આવી જ આરાધના અને આસ્થાની સેવારૂપી જયોત મોરબીના લુટાવદર રાજપુત સમાજના યુવાનો પ્રગટાવી રહ્યા છે. દરવર્ષની જેમ આ વર્ષે પણ જામનગર માળિયા હાઇવે ઉપર પીપળીયા ચાર રસ્તા પાણી પુરવઠા બોર્ડના ગ્રાઉન્ડમાં લુટાવદર રાજપૂત સમાજ દ્વારા કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં મેડિકલસેવા, નહાવા, જમવા અને આરામ માટે તથા રાત્રી રોકાણની પણ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે અને હજારોની સંખ્યાામાં ભાવીકો આ કેમ્પનો દર વર્ષે લાભ લઈ રહ્યા છે જેમની સેવામાં સતત લુટાવદર ગામના યુવાનો કાર્યરત તસવીરમાં નજરે પડે છે. [gallery ids='10998,10999,11000']