મોરબી: ધોરણ 10ના પરિણામમાં પણ મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો છે. મોરબી જિલ્લાનું કૂલ પરિણામ 85.60 ટકા નોંધાયું છે. ગત વર્ષે 75.43 ટકા પરિણામ હતું જે આ વર્ષે 10.17 ટકા વધીને 85.60 ટકાએ પહોંચ્યું છે. મોરબી જિલ્લામાં સૌથી વધુ 94.12 ટકા પરિણામ સાથે પીપળીયા રાજ કેન્દ્ર મોખરે રહ્યું છે.મોરબી જિલ્લામાં કૂલ 10 કેન્દ્રો પર ધોરણ 10ની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં સૌથી વધુ પીપળીયા રાજ કેન્દ્રનું 94.12 ટકા પરિણામ આવ્યું છે. બીજા નંબરે સિંધાવદર કેન્દ્રનું 92.15 ટકા પરિણામ નોંધાયું છે. ટંકારા કેન્દ્રનું 90.30 ટકા પરિણામ, ચંદ્રપુર કેન્દ્રનું 87.91 ટકા પરિણામ, વાંકાનેર કેન્દ્રનું 86.34 ટકા પરિણામ, હળવદ કેન્દ્રનું 85.11 ટકા પરિણામ, મોરબી કેન્દ્રનું 84.82 ટકા પરિણામ, પીપળીયા કેન્દ્રનું 84.69 ટકા પરિણામ, જેતપર (મચ્છુ) કેન્દ્રનું 75.09 ટકા પરિણામ અને ચરાડવા કેન્દ્રનું 72.99 ટકા પરિણામ નોંધાયું છે.મોરબી જિલ્લામાં કૂલ 681 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. ગત વર્ષે 2023માં મોરબી જિલ્લામાંથી 184 વિદ્યાર્થીઓએ જ A1 ગ્રેડ મેળવ્યો હતો.