સવારના 08:00 વાગ્યાથી રાતના 08:00 વાગ્યા સુધી પિંક ટોયલેટ ખુલ્લું રહેશે મોરબી: મોરબી શહેરની મહિલાઓને ધ્યાનમાં રાખીને શહેરની સ્વચ્છતા અને સુવિધામાં વધારો કરવાના ભાગરૂપે મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા નગર દરવાજા પાસે મહિલાઓ માટે ખાસ 'પિન્ક ટોઇલેટ' નું નિર્માણ કર્યું છે, જેને આજરોજ તારીખ 06/10/2025થી શહેરીજનો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. મહિલાઓ માટેનું આ વિશેષ શૌચાલય સવારના 08:00 વાગ્યાથી રાતના 08:00 વાગ્યા સુધી કાર્યરત રહેશે. મહાપાલિકાએ શહેરીજનોને આ સુવિધાનો લાભ લેવા અને સ્વચ્છતા જાળવવા અપીલ કરી છે.