મોરબીના નીલકંઠ મંદિરે વિદ્વાન ભુદેવોએ ધાર્મિક વિધિઓ કરીને હોનારતના દિવંગતોને શ્રદ્ધાંજલિ આપી મોરબી : મોરબીની સૌથી વધુ ભયાનક અને ગોઝારી મચ્છુ જળ પ્રલયની આજે 42મી વરસી છે. તેથી મોરબીવાસીઓ ભારે હૈયે મચ્છુ જળ હોનારતના દિવગંતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે. ત્યારે મોરબીના નીલકંઠ મંદિરે વિદ્વાન ભુદેવોએ પિંડ શ્રાદ્ધ-શાંતિ યજ્ઞ યોજી જળ હોનારતના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મોરબીના સુપ્રસિદ્ધ નીલકંઠ મહાદેવ મંદિરે આજે ગોઝારી મચ્છુ જળ પ્રલયની આજે 42મી વરસીએ મચ્છુ જળ હોનારતના દિવંગતોના આત્માની શાંતિ અર્થે તેમજ હાલની કોરોના મહામારીમાં સમગ્ર વિશ્વનું અયોગ્ય સુખમય બની રહે તે માટે પિંડ શ્રાદ્ધ અને શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નીલકંઠ મહાદેવના સાનિધ્યમાં શાસ્ત્રી અમિતભાઈ પંડ્યા, રોહિતભાઈ પંડ્યા, રાજેન્દ્રભાઈ.પંડ્યા, દુગેશભાઈ પંડ્યા, હર્ષિતભાઈ પંડ્યા, અલ્પેશભાઈ વિમલભાઈ સહિતના વિદ્વાન ભુદેવોએ પિંડ શ્રાદ્ધ કરી તેમજ શાંતિ યજ્ઞ યોજી જળ હોનારતના દિવગંતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જેના મુખ્ય યજમાન પદે સંજયભાઈ તુલસીયાણીએ કોરોના મહામારીમાં સમગ્ર વિશ્વનું અયોગ્ય સુખમય બની રહે તેવી પ્રાર્થના કરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..