મોરબી : તાલુકાના જીકિયારી ગામે આગામી તારીખ 1 જાન્યુઆરીના રોજ હનુમાનદાસ બાપુની 69મી પુણ્યતિથિ નિમિત્તે સ્થંભ પૂજન તેમજ સ્થંભ આરોહણ માટેનો કાર્યક્રમ યોજાશે.હનુમાનદાસ બાપુની પુણ્યતિથિ નિમિત્તે જીકિયારી ગામે 1 જાન્યુઆરીએ સવારે 8 કલાકે યજ્ઞનો પ્રારંભ થશે. સવારે 9-30 કલાકે શોભાયાત્રા નીકળશે. 11-30 કલાકે સંતોના સામૈયા થશે. બપોરે 12-15 કલાકે સ્થંભ મુહૂર્ત અને 3-30 કલાકે શ્રીફળ હોમ અને 4 કલાકે યજ્ઞની પૂર્ણાહુતિ થશે. સાંજે 5 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં દુર્ગાદાસ બાપુ- સાયલા, કલ્યાણાનંદ બાપુ, ભાવેશ્વરી માતાજી- રામઘન આશ્રમ, જમનાદાસ બાપુ- મોરબી અને જેઠીરામ બાપુ-જીકીયારી પધારશે. આ કાર્યક્રમમાં પધારવા દિનેશ બાપુ અને જીકિયારી ગામ સમસ્ત દ્વારા આમંત્રણ પાઠવાયું છે.