મોરબી: મોરબી શહેરમાં શનાળા રોડ ઉપર રૂદ્ર પ્લાઝા કોમ્પ્લેક્ષ પાછળ આવેલી શેરીમાં ગંદકી અને કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. જેમાં મેડિકલ વેસ્ટ પણ ખુલ્લેઆમ ફેંકવામાં આવતો હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ, રૂદ્ર પ્લાઝા કોમ્પ્લેક્ષની પાછળની શેરીમાં પ્લાસ્ટિકની કોથળીઓ, એઠવાડ અને અન્ય ઘરગથ્થુ કચરાની સાથે જોખમી મેડિકલ વેસ્ટ પણ ફેંકવામાં આવે છે. જેમાં વપરાયેલી સિરીંજ, દવાની ખાલી બોટલો અને અન્ય તબીબી સાધનો રસ્તા પર રઝળતા જોવા મળે છે. મેડિકલ વેસ્ટનો આ રીતે ખુલ્લેઆમ નિકાલ થવાથી આસપાસના રહીશોના આરોગ્ય સામે મોટું જોખમ ઉભું થયું છે. ખાસ કરીને નાના બાળકો આ વિસ્તારમાં રમતા હોય ત્યારે ચેપી રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે આ ગંદકી દૂર કરવા અને જે હોસ્પિટલ કે ક્લિનિક દ્વારા આ રીતે કચરો ફેંકવામાં આવે છે તેમની સામે કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી છે. #MorbiUpdate #MorbiNews #MedicalWaste #CleanMorbi #PublicHealth #MorbiMunicipality