મોરબી : મોરબીના સામાકાંઠે કલેકટર કચેરીના સામે આવેલ રચના સોસાયટીના પાછળના ભાગે એસ્ટ્રોનવાળો રસ્તો છે ત્યાં કચરાના ગંજ જામી ગયા છે. છેલ્લા ઘણા સમયથી અહીં કચરાના ઢગલા ખડકાયેલા હોય સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે મહાપાલિકા દ્વારા ત્વરીત કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.