ગઈકાલે વરસેલા વરસાદે પુલની પોલ ખોલી, ત્રણ ગામના લોકો હેરાનવાંકાનેર : વાંકાનેર તાલુકાના ખેરવા ગામના બસસ્ટેન્ડથી ગામમાં આવવા માટે એક વર્ષ પહેલાં જ બનાવવામાં આવેલ મુખ્યમાર્ગ પરનો પુલ ગઈકાલે ભારે વરસાદ બાદ ટુકડે - ટુકડા થઈ જતા બેથી ત્રણ ગામના લોકોને આવાગમનમાં મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી છે.પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ખેરવા ગામે એક વર્ષ પહેલા રોડ રસ્તાની કામગીરી કરવામાં આવી હતી જેમાં બસસ્ટેન્ડ નજીક જ બનાવવામાં આવેલ પુલ ગઈકાલે રાત્રે ભારે વરસાદમાં તહસ નહસ થઈ જવાની સાથે ટુકડે ટુકડા થઈ જતા ખેરવા ગામ ઉપરાંત અન્ય બે ગામના લોકોનો આવવા જવાનો રસ્તો બંધ થયો છે.ગ્રામજનોએ તાકીદે પગલાં ભરી રસ્તાનું સમારકામ કરવા માંગ ઉઠાવી છે.