મોરબી : મોરબી - વાંકાનેર હાઇવે ઉપર રફાળેશ્વર નજીક નવા પોલીસ હેડ કવાટર્સ પાસે જીજે -03 - by - 0440 નંબરના અશોક લેલન બડા દોસ્ત ગાડીના ચાલક પ્રેમજી મનજી મેર નામના આરોપીએ પોતાનું વાહન બે ફિકરાઈથી ચલાવી મારુતિ અર્ટિગા કાર નંબર જીજે 36 - b - 7133 નંબરના ઠાઠાના ભાગમાં નુકશાન પહોંચાડતા કાર માલિક મધુસુદન ગુણવંતરાય પંડયાએ પિકઅપ વાહન ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.