વાંકાનેર : રાજકોટ એ ડીવીઝનનાં પીઆઇ બી.પી. સોનારા અને ભાજપના અગ્રણી દિનેશ કારીયા સાથે થયેલી માથાકૂટ બાદ પી આઈ સોનારાની તાત્કાલિક આઈ.બી. માં બદલી કરવામાં આવતા સમગ્ર આહિર સમાજમાં રોષની લાગણી ફેલાઇ જવા પામી હતી. પી. આઈ. સોનારા નું મૂળવતન વાંકાનેર નું રંગપર ના રહેવાસીઓ દ્વારા આજે વાંકાનેર ચોટીલા નેશનલ હાઇવે પર રંગપર ના પાટીયા પાસે ચક્કાજામ સર્જી આ બદલી નો વિરોધ નોંધાવ્યો હતો. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='29048,29049,29050,29051']