મોરબી : શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝીયોથેરાપી- મોરબી, શ્રી કે.કે. શેઠ ફિઝીયોથેરાપી કોલેજ - રાજકોટ અને પીપલ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ સેન્ટરના (PTRC) સહયોગથી તા. 1-1-2025ના રોજ શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝીયોથેરાપી કેમ્પસમાં સિલિકોસિસ દર્દીઓ માટે વિશેષ ફિઝીયોથેરાપી પુનર્વસન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં તમામ 40 દર્દીઓના પલ્મોનરી ફંક્શન ટેસ્ટ (PFT) કરાયા હતા. અને તેમાં દરેક દર્દીઓને તેમના ફેફસાની કેપેસિટી અંગે માહિતી આપવામાં આવી. આ કેમ્પમાં શ્રી કે.કે. શેઠ ફિઝીયોથેરાપી કોલેજ - રાજકોટના સ્ટાફ તથા MPT વિદ્યાર્થીઓએ દર્દીઓની સારવાર અને માર્ગદર્શન માટે ભાગ લીધો હતો. તેમજ મોરબી સિવિલ હોસ્પિટલના ફિઝીયોથેરાપી વિભાગના ડૉ. હાર્દિક રાવલ પણ કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ પણ યોગદાન આપ્યું હતું. આ કેમ્પમાં નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલી સારવાર અને માર્ગદર્શન સિલિકોસિસ પીડિત દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.