મોરબી : મોરબીના વતની અને જાણીતા સુપર સ્પેશિયાલીસ્ટ ડોકટર ચેતન દવે મોરબીમાં દર મહિનાના ચોથા ગુરૂવારે નક્ષત્ર હોસ્પિટલમાં આવી લોકોનું નિદાન-સારવાર કરે છે. મોરબીમાં જન્મીને ઉછરેલા અને મોરબીમાં માધ્યમિક સુધીનો અભ્યાસ કરેલા ડો.ચેતન દવેએ પ્રારંભિક અભ્યાસ (એમબીબીએસ) ગુજરાતની પ્રથમ નંબરની બી.જે.મેડિકલ કૉલેજમાં કર્યો હતો.બાળરોગ નિષ્ણાતની પદવી અમદાવાદની વાડીલાલ હોસ્પિટલમાંથી મેળવી એન્ડોક્રિનોલીજાની ઉચ્ચતર અભ્યાસ તેમણે ભારતમાં કાનપુર, અમેરિકામાં બાવરેન્ડ તેમજ ઇગ્લેન્ડમાં લિવરપૂલ ખાતે કર્યો હતો. અભ્યાસ દરમિયાન વિશ્વના ખ્યાતનામ ડૉક્ટરોમાં ડો. અનુરાગ બાજપાઈ(ભારત). ડી. રિશી શુક્યા (ભારત), ડો, જેમાં વુડ અમેરિકા, ડો. સેન્થલ સેનીઆપ્પન (ઇંગ્લૅન્ડ) વગેરે સાથે કામ કરવાની તક મળી હતી. અભ્યાસ દરમિયાન પણ રિસર્ચ પેપર લખ્યા તેમજ એવોર્ડ મેળવ્યા. ડોક્ટર ચેતન દવે બાળકોની વઢ સંબંધી ચિંતા, જાડાપણું જાતીય ભેદભાવના વિકાર, વહેલી અથવા સ્પષ્ટ તરૂણાવાય, તરુણાવસ્થામાં વિલંબ, પી સી ઓ ડી અને માસિકની સમસ્યાઓ, કેલ્શયમ અને હાડકાના રોગો, શક્રે એટલે કે સુગર ની મામસ્યાઓ, ડાયાબિટીસ, થાઇરોઇડની સમસ્યાઓ, એડ્રીનલ તેમજ પિચ્યુટરી ગ્રંતિની ગામસ્યાઓ તેમજ મેટાબોલિક ડિસઓર્ડરર્સ એટલે કે ચાપચયના રોગો વગેરે ક્ષેત્રોમાં નિપુણતા ધરાવે છે. તેમણે સમગ્ર ગુજરાતનું સૌપ્રથમ બાળકોનું ઓબેસિટી સેન્ટર ઉભું કર્યું છે. તેમનું સપનું ગુજરાતના બાળ દર્દીઓ માટે એક અદ્યતન એન્ડીકાઈન સેન્ટર ઉભું કરવાનું છે. જન્મભૂમિનું ઋણ ચૂકવવા અને મોરબીના દર્દીઓ માટે દર મહિનાના ચોથા ગુરૂવારે નક્ષત્ર હોસ્પિટલમાં આવે છે. વધુ વિગત અને એપોઇન્ટમેન્ટ માટે મો.નં. 87809 39609 પર સંપર્ક કરી શકાશે. તેમ યાદીમાં જણાવાયું છે.