મોરબી : મોરબી જિલ્લાના આમરણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્યલક્ષી ભૌતિક સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. ગઈકાલે તા. 12ને અષાઢી બીજના દિવસે જામનગરના સાંસદ પુનમબેન માડમ દ્વારા દાતાઓના સહયોગથી મોરબી જીલ્લાના આમરણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એમ્બ્યુલન્સ, જનરેટર અને લોહી તપાસ માટેનુ મશીન વગેરે વિવિધ આરોગ્યલક્ષી ભૌતિક સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, આરોગ્ય ચેરમેન હીરાભાઈ ટમારીયા, જીલ્લા કારોબારી ચેરમેન જયંતિભાઈ પડસુંબિયા, મહામંત્રી બાબુભાઈ હુબલ, મોરબી તાલુકા પ્રમુખ રમાબેન ચાવડા, યુવા મોરચા પ્રમુખ વિશાલભાઇ, જીજ્ઞેભાઇ કૈલા તથા ચુટાયેલા સભ્યો અને ગ્રામજનો હાજર રહ્યા હતા. ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..