હળવદ : હળવદ શહેરમાં મોરબી ચોકડીથી અંદર આવતા રસ્તે દરગાહ પાસેથી પોલીસે જીજે -36 - એએ - 2955 નંબરનું બાઈક લઈને પસાર થઈ રહેલા આરોપી એવા ફોટોગ્રાફર ધવલ નરેન્દ્રભાઈ શુક્લ ઉ.44 રહે.જોશી ફળી હળવદ વાળાને અટકાવી તલાશી લેતા આરોપીના કબ્જામાંથી વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 645 મળી આવતા પોલીસે 30 હજારના બાઈક સહિત 30,645નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.