મોરબી : મોરબી શહેરના લોહાણા સમાજ અને વૈષ્ણવ સૃષ્ટિ માટે આગામી શનિવાર ભક્તિમય બની રહેશે. મોરબી લોહાણા મહાજન દ્વારા આગામી 21 ફેબ્રુઆરીના રોજ રાત્રે 09:30 કલાકે અ.સૌ. શુભાંગી વહુજી (હાલ રાજકોટ બિરાજમાન)ના સાનિધ્યમાં ‘ફૂલફાગ મહોત્સવ’ અને ‘હોલી કે રસિયા’ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ભવાની જીન મીલ, નવા બસ સ્ટેન્ડ પાસે, શનાળા રોડ, મોરબી ખાતે યોજાશે. મોરબી લોહાણા મહાજન દ્વારા સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિને આ અલૌકિક અને દિવ્ય મહોત્સવનો લાભ લેવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.