મોરબી: વિકાસ સપ્તાહના ભાગરૂપે પીજીવીસીએલ (PGVCL) દ્વારા 'ONE HOUR ONE DAY' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત સ્થળ પર જ વીજ જોડાણ આપવામાં આવશે. આ ઐતિહાસિક કાર્યક્રમ આગામી તારીખ 13/10/2025 ના રોજ બપોરે 03:30 વાગ્યે નવગામ સતવારા સમાજની વાડી, ભાંડિયાની વાડી પાસે, ગ્રાન્ડ મોમ્સ હોટલ પાછળ, શનાળા રોડ, મોરબી ખાતે યોજાશે.આ કાર્યક્રમમાં મોરબીના સમસ્ત સતવારા સમાજના ભાઈઓ તથા બહેનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. નવા મીટર માટે અરજી કરનાર અરજદારો, વાડી વિસ્તારના સંસ્થાઓના ટ્રસ્ટીઓ, પ્રમુખો, સેવાકિય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા આગેવાનો, પૂર્વ કાઉન્સિલરો, યુવાનો, વડીલો અને માતાઓ-બહેનોને વિશેષરૂપે હાજરી આપવા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમમાં સતવારા સમાજ વતી પીજીવીસીએલના અધિકારીઓનું અને સહકાર આપનાર લોકોનું સન્માન કરવામાં આવશે. તેમજ અરજદારોએ સહ પરિવાર આવવાનું છે. જે અરજદારોએ ફી ભરેલ છે, તેઓને સ્થળ પર ફિની પહોંચ આપવામાં આવશે. તમામ લોકોને કોઈપણ જાતના ભેદભાવ રાખ્યા વગર આ કાર્યક્રમમાં હાજર રહેવા અનુરોધ કરાયો છે.