પીજીવીસીએલ દ્વારા 40 કરોડના ખર્ચે 22 ફીડરમાં એમવીવીસીસી કેબલ નાખવાનું શરૂ : આગામી એપ્રિલ મહિનામાં મોરબી શહેરના ચાર ફીડર અન્ડરગ્રાઉન્ડ કરવાનું કામ શરૂ થશેમોરબી : વિકાસની હરણફાળ ભરી રહેલ સિરામિક નગરી મોરબીમા વીજ વાયરોની ભરમાર દૂર કરવાની સાથે અકસ્માતનું પ્રમાણ ઘટાડવા પીજીવીસીએલ દ્વારા મહત્વની યોજના જાહેર કરી આગમી વર્ષ 2029 સુધીમાં તમામ અર્બન, ઇન્ડસ્ટ્રીયલ અને જ્યોતિગ્રામ ફીડરને અન્ડરગ્રાઉન્ડ કરવા કાર્યવાહી જોરશોરથી શરૂ કરવામા આવી છે. સાથે જ 22 જેટલા ફીડરમાં રૂ.40 કરોડના ખર્ચે એમવીવીસીસી કેબલ નાખવાનું કામ હાલમાં પુરજોશમા ચાલી રહ્યું હોવાનું પીજીવીસીએલ દ્વારા જાહેર કરાયું છે.મોરબી પીજીવીસીએલના અધિક્ષક ઈજનેર ડી.આર.ઘાડિયાના જણાવ્યા મુજબ મોરબી શહેરમાં રૂ.4.5 કરોડના ખર્ચે 4 ફીડર અંડર ગ્રાઉન્ડ થશે. જેમાં લીલાપર રોડ પર ગૌશાળા ફીડર, કલેકટર કચેરી રોડ પરના પીપીડબ્લ્યુ ફીડર, કોર્ટ અને લાલબાગ સેવા સદન વિસ્તારના ગોપાલ ફીડર અને મોરબીના શક્તિ ચોકથી શાક માર્કેટ સુધીની મેઈન બજારનું સીટી ફીડરનો સમાવેશ થાય છે. આ ફીડરનું અંડર ગ્રાઉન્ડનું કામ આગામી એપ્રિલ મહિનાથી શરુ કરવામાં આવશે.આ ઉપરાંત ચિત્રકૂટ ફીડર, દરબારગઢ ફીડર, સામાકાંઠે મહેન્દ્રસિંહજી હોસ્પિટલ ફીડર, નવા બસસ્ટેન્ડ સહિતના વિસ્તારનું ટેલિકોમ ફીડર, મોરબીની હોસ્પિટલોને સમાવી લેતા સાવસાર પ્લોટ ફીડર અને કેનાલ રોડ વિસ્તારના મધુરમ ફીડરની પણ અંડરગ્રાઉન્ડ માટેની દરખાસ્ત કરવામાં આવી હતી જે મંજુર થતા આગામી ટૂંક સમયમાં કામ શરુ કરવામાં આવશે. સાથે જ વર્ષ 2029 સુધીમાં તમામ અર્બન અને જ્યોતિગ્રામ અને ઇન્ડસ્ટ્રીયલ ફીડરો અંડરગ્રાઉન્ડ કરવામાં આવશે. અને જ્યાં અંડર ગ્રાઉન્ડ ન થઇ શકે ત્યાં એમવીવીસીસી કેબલ કરાશે તેવું અધિક્ષક ઇજનેરે જણાવ્યું હતુંઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લામાં વાવાઝોડાથી સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર એવા પીપળીયા સબ સ્ટેશનના ઇન્ડસ્ટ્રીયલ અને જ્યોતિગ્રામ હેઠળની 11 કેવી લાઈનના 22 જેટલા ફીડરમાં હાલમાં અંદાજે 40 કરોડના ખર્ચે એમવીવીસીસી કેબલ નાખવાની કામગીરી હાલ ચાલુ છે. જે જૂન મહિના સુધીમાં પુરી થઇ જશે. આ કેબલ નાખવાથી અકસ્માતનું પ્રમાણ ઘટે છે સાથે જ વૃક્ષોનું કટિંગ કરવું પડતું નથી અને કોઈ પક્ષી વીજ તારને અડી જાય તો વીજ શોક પણ ન લાગે. મોરબીના બીજા 59 જેટલા ઇન્ડસ્ટ્રીયલ ફીડરમાં પણ એમવીવીસીસી કેબલ નાખવાની મંજૂરી મળી ગઈ છે જે આગામી એપ્રિલના એન્ડ સુધીમાં શરુ કરવામાં આવશે.મોરબીના તમામ ટીસી ઉપર સ્માર્ટ વીજ મીટર લગાવવાનું શરુસ્માર્ટ મિટર યોજનામાં ફેઈઝ -1માં અત્યાર સુધીમાં મોરબીની વિવિધ સરકારી કચેરીઓમાં સિંગલ ફેઝના 358 જેટલા મિટર ફિટ કરવામાં આવ્યા છે. જ્યારે હવે 145 જેટલા થ્રિ - ફેઝના મીટર લગાવવાનું કાર્ય શરુ કરાશે. આ ઉપરાંત 6700 જેટલા ટ્રાન્સફોર્મરમાં સ્માર્ટમીટર લગાવવાનું ચાલુ છે. જેમાં અત્યાર સુધીમાં 1700 જેટલા ટ્રાન્સફોર્મરમાં લગાવી દેવાયા છે બાકીનામાં મીટર લગાવવાની કામગીરી ચાલુ છે.સમગ્ર ગામ સોલાર આધારિત બને તો એક કરોડની ગ્રાન્ટહાલમાં સોલાર રૂફ્ટોફ યોજના ચાલુ છે ત્યારે કેન્દ્ર સરકારની એક સુંદર યોજના ચાલુ છે જેમાં મોરબી જિલ્લામાં 5000 થી વધુ વસ્તી વાળા 8 ગામો છે જો ગામોમાંથી જે ગામ સમસ્ત સોલાર આધારિત બને તો તે ગામને કેન્દ્ર સરકાર તરફથી 1 કરોડની વધારાની ગ્રાન્ટ મળશે તેમ અધિક્ષક ઇજનેરે ઘાડિયાએ જણાવ્યું હતું.