મોરબી : 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત કાલે બુધવારે મોરબીમાં PGVCL દ્વારા રેલી યોજવામાં આવનાર છે. આઝાદીના 75 વર્ષની ઉજવણી નિમિત્તે સમગ્ર દેશમાં “આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી રહી છે. જે અંતર્ગત પી.જી.વી.સી.એલ. મોરબી દ્વારા આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે આગામી તા. 15ના રોજ વીજ સલામતી અને ઉર્જા બચતની જાગૃતિ કેળવવા તથા ખરા અર્થમાં સલામતી અને ઉર્જા બચતનો સંદેશ છેવાડાના ગ્રાહક સુધી પહોચાડવા અને અવગત કરાવવા પી.જી.વી.સી.એલ. મોરબી દ્વારા રેલીનું આયોજન કરેલ છે. જેમાં સલામતી તથા ઉર્જા બચત અંગેના બેનર સાથે પેમ્ફલેટના વિતરણ દ્વારા જન જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આ રેલી સવારના 9-15 કલાકે પી.જી.વી.સી.એલ. કમ્પાઉન્ડથી ગેંડા સર્કલ, નગર દરવાજા, રવાપર રોડ લઇ નવા બસ સ્ટેશન, શનાળા રોડ, ભકિતનગર સર્કલ ખાતે પૂર્ણ થશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..