215 ટીમો મેદાનમાં : અનેક ગ્રાહકોએ કનેક્શન કટ થવાથી બચવા સ્થળ ઉપર જ બાકી વીજ બિલ ભર્યામોરબી : મોરબી જિલ્લામાં પીજીવીસીએલ (PGVCL) દ્વારા બાકી વીજ બિલ ધરાવતા ગ્રાહકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર જિલ્લામાં વીજ તંત્ર દ્વારા મેગા વીજ કનેક્શન ડિસ્કનેક્શન ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આ મેગા ડ્રાઈવ અંતર્ગત આખા મોરબી જિલ્લામાં 215 જેટલી અલગ-અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે. દરેક ટીમમાં 3 કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. જો માત્ર મોરબી શહેરની વાત કરીએ તો, શહેરમાં કુલ 50 ટીમો મેદાનમાં ઉતારવામાં આવી છે. જેમાં મોરબી ટાઉન-2 વિસ્તારમાં 40 ટીમો અને મોરબી ટાઉન-1 વિસ્તારમાં 10 ટીમો સઘન કામગીરી કરી રહી છે. આ ઝુંબેશ દરમિયાન અનેક ગ્રાહકો પોતાના બાકી વીજ બિલની રકમ સ્થળ પર જ ભરી રહ્યા છે. પરંતુ, જે ગ્રાહકો દ્વારા બિલ ભરવામાં આવતું નથી, તેમના વીજ કનેક્શન તાત્કાલિક કાપી નાખવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.મોરબી જિલ્લામાં 35 હજારથી વધુ બાકીદારો પર લટકતી તલવારપીજીવીસીએલ દ્વારા તૈયાર કરાયેલા ડેટા મુજબ, મોરબીમાં કુલ 35,985 જેટલા વીજ ગ્રાહકો એવા છે જેમની સામે જોડાણ કપાવાનો ખતરો ઊભો થયો છે:● રૂ. 1 લાખથી વધુ બાકી હોય તેવા: 36 ગ્રાહકો● રૂ. 50 હજારથી વધુ બાકી હોય તેવા: 14 ગ્રાહકો● રૂ. 25 હજારથી વધુ બાકી હોય તેવા: 163 ગ્રાહકો● રૂ. 25 હજારથી ઓછી રકમ બાકી હોય તેવા: 35,772 ગ્રાહકોસૌરાષ્ટ્ર-કચ્છમાં 182 કરોડનું લેણું, 4.50 લાખ બાકીદારો પીજીવીસીએલના સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, સૌરાષ્ટ્ર-કચ્છના તમામ 12 જિલ્લાઓમાં મળીને કુલ 4.50 લાખ જેટલા વીજ ગ્રાહકોએ બિલ ભર્યા નથી. આ બાકીદારો પાસે પીજીવીસીએલના આશરે 182 કરોડ રૂપિયા ફસાયેલા છે. બે કે તેથી વધુ બિલિંગ સાયકલથી બિલ ન ભરનારા આવા ગ્રાહકો સામે કડક કાર્યવાહી કરવા માટે તંત્રએ 200 થી વધુ વિશેષ ટીમો બનાવી છે અને સબ-ડિવિઝન વાઇઝ બાકીદારોની યાદી પણ તૈયાર કરી લીધી છે.#Morbi #MorbiUpdate #PGVCL #MegaDrive #MorbiNews #GujaratNews #ElectricityBill #DisconnectionDrive #Saurashtra