કુલ 6 કરોડનું બાકી બિલ ધરાવતા 5250 કનેક્શન કાપવા 210 ટીમો મેદાનેમોરબી : પીજીવીસીએલની કોર્પોરેટ ઓફિસની ગાઈડલાઈન અને સૂચના અનુસાર, 25મી તારીખે મોરબી જિલ્લાભરમાં વીજ તંત્ર દ્વારા મેગા ડિસ્ક્નેક્શન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. વીજ બિલ ન ભરતા બાકીદારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.અધિકારીએ આપેલી માહિતી મુજબ, રિકવરી અને ડિસ્ક્નેક્શન માટે સવારે 210 જેટલી ટીમોને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રવાના કરવામાં આવી છે. આ ડ્રાઈવ અંતર્ગત કુલ 5250 જેટલા કનેક્શન ટાર્ગેટ કરવામાં આવ્યા છે, જેમની અંદાજિત બાકી રકમ 6 કરોડ રૂપિયા જેટલી થવા જાય છે.ફીલ્ડમાંથી મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં 300 જેટલા વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે અને હજુ પણ કાર્યવાહી સતત ચાલુ છે. આજની આ મેગા ડ્રાઈવ સાંજ સુધી ચાલશે. વધુમાં, વીજ તંત્રની ડિસ્ક્નેક્શનની આ કામગીરી આગામી 31મી માર્ચ સુધી ચાલુ રહેશે તેમ જણાવાયું છે.#MorbiUpdate #PGVCL #MegaDrive #Disconnection #MorbiNews #ElectricityBoard #RecoveryDrive