3 કલાક ચાલેલા લોકદરબારમાં 30 જેટલા પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરાયો : સ્માર્ટ મીટર, પાવર કટ, ખેતીવાડી કનેક્શન અને સ્ટાફની ઘટ સહિતના મુદ્દે અનેક રજૂઆતો મળીમોરબી અપડેટ: મોરબી ખાતે મંત્રી કાંતિલાલ અમૃતિયાની અધ્યક્ષતામાં પીજીવીસીએલનો એક મહત્વપૂર્ણ લોકદરબાર યોજાયો હતો. આ લોકદરબારમાં પીજીવીસીએલના એમડી મહિપાલસિંહ ચુડાસમા સહિત ઉચ્ચ અધિકારીઓ, સાંસદ કેસરીદેવસિંહ ઝાલા તેમજ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ લોકદરબારમાં સામાન્ય નાગરિકો, ખેડૂતો તેમજ ઉદ્યોગપતિઓએ પોતાના નાના-મોટા પ્રશ્નો રજૂ કર્યા હતા.PGVClની રેવન્યુમાં એકલા મોરબીનો 35 થી 40 ટકા જેટલો હિસ્સો, અહીંના પ્રશ્નો પ્રાથમિકતાથી હલ થવા જોઈએ : કાંતિલાલમંત્રી કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે, લોકદરબાર લગભગ 3 કલાક સુધી ચાલ્યો હતો. જેમાં મોરબી જિલ્લામાંથી આશરે 65 જેટલા પ્રશ્નો રજૂ થયા હતા, જેમાંથી 30 થી 35 જેટલા પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો છે અને બાકીના પ્રશ્નો સંબંધિત અરજદારોને રૂબરૂ બોલાવીને તેમજ નીતિવિષયક નિર્ણયો લઈ ઉકેલવામાં આવશે. પ્રજાના પ્રશ્નોના કાયમી ઉકેલ માટે હવેથી દર 3 મહિને તાલુકા કક્ષાએ અધિકારીઓની ઉપસ્થિતિમાં આવી બેઠકો યોજાશે. સમગ્ર સૌરાષ્ટ્રમાં વીજ વપરાશ અને રેવન્યુમાં મોરબી 35 થી 40 ટકા જેટલો મોટો હિસ્સો ધરાવે છે, જેથી અહીંના પ્રશ્નો પ્રાથમિકતાથી હલ થવા જરૂરી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મચ્છુ-3 ડેમમાંથી પાઇપલાઇન દ્વારા કુંડીઓમાં અપાતા પાણીને ખેડૂતો ઉપાડી શકે તે માટે સોલાર પાવર આધારિત કનેક્શન આપવા આયોજન કરાશે. ભવિષ્યમાં મચ્છુ-4 ડેમ અને રબર ડેમ બ્રિજનું આયોજન છે, જેથી ઉદ્યોગો અને ખેતી માટે નવા સબસ્ટેશનોની જરૂરિયાત પણ પૂરી કરાશે.6 મહિના જૂની પેન્ડિંગ અરજીઓ બાબતે ડેપ્યુટી એન્જિનિયરોને કડક સૂચનાઓ અપાશે : MDપીજીવીસીએલના એમડી મહિપાલસિંહ ચુડાસમાએ રજૂ થયેલા વિવિધ પ્રશ્નો સંદર્ભે સવિસ્તાર વિગતો આપતા જણાવ્યું હતું કે, 2 થી 3 મહિના પહેલા મટિરિયલની થોડી અછત હતી, પરંતુ હવે મટિરિયલ આવવાનું શરૂ થઈ ગયું છે અને 50 ટકા કામો પૂર્ણ થયા છે. હેડ ઓફિસથી મોનિટરિંગ કરીને કોઈ કામ અટકે નહીં તે જોવામાં આવશે. મોરબીમાં ઔદ્યોગિક વિકાસ ખૂબ ઝડપી થયો છે જ્યારે મહેકમ જૂના રેશિયો મુજબ છે. સરકારી ભરતી નિયમિત પ્રક્રિયા છે, પરંતુ મંત્રીના સૂચન મુજબ કોન્ટ્રાક્ટ બેઝ પર સ્ટાફ રાખવા અંગે નીતિવિષયક વિચારણા કરાશે. 6 મહિના જૂની પેન્ડિંગ અરજીઓ બાબતે લોકદરબાર બાદ તુરંત તમામ સબ ડિવિઝનના ડેપ્યુટી એન્જિનિયરોની બેઠક બોલાવી કડક સૂચનાઓ અપાશે. સ્માર્ટ મીટર અંગે ખુલાસો કરતા તેમણે કહ્યું હતું કે, સ્માર્ટ મીટર ફાસ્ટ ફરતું હોવાની વાત ગેરમાન્યતા છે. જો કોઈને શંકા હોય તો જૂનું મીટર અને સ્માર્ટ મીટર બંને 2 થી 3 મહિના સાથે રાખીને જાતે ચકાસી શકે છે. સ્માર્ટ મીટર ધરાવતા ગ્રાહકોને સવારે 11 થી સાંજે 5 વાગ્યા સુધીના વપરાશ પર યુનિટ દીઠ 60 પૈસા ડિસ્કાઉન્ટ મળે છે અને પ્રી-પેઈડ કરનારાઓને વધુ 3 ટકા એડિશનલ રિબેટ મળે છે. દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો આ લાભ મોટા પાયે લઈ રહ્યા છે. મોરબીમાં ડિવિઝન અલગ થતાં સોફ્ટવેરમાં ગ્રાહકોના શિફ્ટિંગને કારણે બિલિંગમાં વિલંબ થયો હતો, પરંતુ સોફ્ટવેર સુધારીને તમામ ગ્રાહકોને તુરંત બિલ મળે તેવું આયોજન ચાલી રહ્યું છે. પાવર કટ વખતે ફોન ન ઉપાડવાની ફરિયાદો અંગે તેમણે જણાવ્યું કે ગ્રાહકો ટોલ ફ્રી નંબર 19122 પર ગ્રાહક નંબર અને ફીડરની વિગત આપી ફરિયાદ નોંધાવી શકે છે. ઉપરાંત ઔદ્યોગિક વિસ્તારોમાં જેટકો સાથે સંકલન સાધી લોડ શેડિંગ અને યોગ્ય મેઇન્ટેનન્સ દ્વારા વીજ વિક્ષેપ નિવારવામાં આવશે.લોકદરબારમાં અરજદારોએ ઉઠાવેલા મુખ્ય પ્રશ્નોલોકદરબારમાં અરજદારો દ્વારા અનેક પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. ખાસ કરીને જેતપર સિરામિક ઝોનમાં વારંવાર વીજ કાપની સમસ્યા ઉઠાવવામાં આવી હતી, જેના જવાબમાં આગામી 3 મહિનામાં કામ પૂર્ણ થઈ જશે તેવી ખાતરી અપાઈ હતી. જેતપરના 6 કનેક્શનો જ્યોતિગ્રામ યોજના સમયના હોવા છતાં અને બિલ જેતપરમાં ભરાતું હોવા છતાં કનેક્શન પીપળીયામાં આપી દેવાતા વીજ વિક્ષેપ થતો હોવાની રજૂઆત થઈ હતી. સિરામિક ઉદ્યોગમાં વારંવાર પાવર કટને લીધે કારખાનેદારોને 20 - 20 લાખ રૂપિયાના ડીઝલનો વપરાશ કરવો પડતો હોવાની અને મેઇન્ટેનન્સના અભાવની ફરિયાદ પણ ઉઠી હતી. ખેતીવાડી કનેક્શનમાં નાણાં ભર્યા હોવા છતાં અને અરજદારો જાતે થાંભલા લઈ આવ્યા હોવા છતાં કનેક્શનો ન મળતા હોવાનો રોષ ખેડૂતોએ ઠાલવ્યો હતો. આ ઉપરાંત માળિયા પીપળીયા સબ સ્ટેશનમાં બિલ ન મળવા છતાં ઉઘરાણી થતી હોવાની ફરિયાદ ઉઠી હતી. 90 કિલોમીટરમાં માત્ર એક જ સબ ડિવિઝન હોવાથી મીઠા ઉદ્યોગ અને 45 ગામોને અલગ કરી નવું સબ ડિવિઝન ફાળવવા માંગ કરાઈ હતી. મોરબી પીજીવીસીએલને 40 ટકા જેટલી રેવન્યુ આપે છે, છતાં છેલ્લા 1 વર્ષમાં 3 અધિકારીઓ બદલાયા હોવાથી તેઓ ભૌગોલિક પરિસ્થિતિ સમજે તે પહેલાં જ બદલી થઈ જાય છે, જેથી અધિકારીઓ લાંબો સમય ટકે તેવી માંગ પણ અરજદારોએ કરી હતી.સાંસદ અને ધારાસભ્યએ પણ ઉઠાવ્યા પ્રશ્નોલોકદરબારમાં હાજર જનપ્રતિનિધિઓએ પણ લોકોના પ્રશ્નોને વાચા આપી હતી. સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ મટિરિયલના અભાવે લાંબા સમયથી પેન્ડિંગ કનેક્શનોનો તાત્કાલિક ઉકેલ લાવવા રજૂઆત કરી હતી, જેના જવાબમાં અધિકારીઓએ મટિરિયલ આવવાનું શરૂ થઈ ચૂક્યું હોવાનું જણાવ્યું હતું. સાંસદે વાંકાનેરનું ઢૂવા સબ ડિવિઝન 2 વર્ષ પહેલાં અલગ કરાયું હોવા છતાં હજી પૂર્ણ રીતે કાર્યરત ન થયું હોવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જિલ્લામાં ખેતીવાડી વીજ લાઈનો મોટા પાયે નમી ગયેલી હાલતમાં હોવા છતાં લાંબા સમયથી રિપેરિંગ ન થતું હોવાનો પ્રશ્ન ઉઠાવી તેના ત્વરિત સમારકામની માંગ કરી હતી.માળિયાના બગસરા ગામે 66 કેવી સબસ્ટેશન બનાવવાની માંગમોરબી જિલ્લાના માળિયા તાલુકાના બગસરા, ભાવપર, જાજાસર અને દેવગઢ સહિતના વિસ્તારોમાં મીઠા ઉદ્યોગ, બ્રોમીન એકમો અને સિમેન્ટ ઉદ્યોગોનો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે, જેથી વીજ માંગમાં મોટો વધારો નોંધાયો છે. આ ઔદ્યોગિક વિકાસ તેમજ નવલખી બંદરના વિસ્તરણને ધ્યાનમાં રાખીને બગસરા ખાતે નવું 66 કેવી સબસ્ટેશન...