લજાઈ નજીક કમ્ફર્ટ હોટલ પાસે કાર ચાલકે પાછળથી ઠોકર મારી અકસ્માત સર્જતાં ફરિયાદ નોંધાઈ ટંકારા : રાજકોટ મોરબી હાઇવે ઉપર ટંકારા નજીક પીજીવીસીએલના જોઈન્ટ મેનેજીંગ ડિરેક્ટરની કારને અન્ય કર ચાલકે પાછળથી ઠોકર મારી અકસ્માત સર્જતાં ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ પીજીવીસીએલ વડી કચેરીએથી પીજીવીસીએલના જોઈન્ટ મેનેજીંગ ડિરેક્ટર ભુજ તરફ જતા હતા ત્યારે ટંકારાના લજાઈ નજીક આવેલ કમ્ફર્ટ હોટલ પાસે જી.જે.૦૩.જે.સી. ૧૮૮૮ના ચાલક માનવ પ્રશાંતભાઈ વઘાડીયા રહે-મોરબી વાળાએ પીજીવીસીએલના જોઈન્ટ મેનેજીંગ ડિરેક્ટરની કારને પાછળથી ઠોકર મારી કારમાં નુકશાન કરી અણછાજતું વર્તન કરતા બનાવ અંગે મોરબી પીજીવીસીએલ કચેરીના કાર્યપાલક ઈજનેર જયેશગીરી ચંદ્રકાંતગીરી ગોસ્વામીએ ટંકારા પોલીસ મથકમાં આરોપી માનવ પ્રશાંતભાઈ વઘાડીયા રહે-મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.