વીજ ચેકિંગ કરવા અંગેની માહિતી, વિચારોનું આદાન-પ્રદાન, ફિલ્ડમાં રહેતા પ્રશ્નો અને તેનું નિવારણ અંગેની ચર્ચાઓ કરવામાં આવી વીજ ચેકિંગમાં સારી પરિણામલક્ષી કામગીરી કરનાર કુલ ૧૭ પેકિંગ ટીમોને પ્રશસ્તિપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા મોરબી : પીજીવીસીએલ દ્વારા વીજ ચોરી અટકાવવા સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારો હેઠળ મોટાપાયે વીજ જોડાણોના ચેકિંગ હાથ ધરી વીજ લોસ ઘટાડવામાં આવનાર છે. પીજીવીસીએલના માન. મેનેજીંગ ડાયરેક્ટર, જોઈન્ટ મેનેજીંગ ડાયરેક્ટરના માર્ગદર્શન હેઠળ વિજીલન્સ વિભાગ દ્વારા રાજકોટ ખાતે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારોની ૧૦૦ થી વધુ ઇન્સ્ટોલેશન ચેકિંગ ટીમના ઈજનેરો માટે તા. ૧૯.૦૨.૨૦૨૨ ના રોજ એક દિવસીય વર્કશોપનું પ્રથમવાર આયોજન કરવામાં આવેલ હતું. આ વર્કશોપમાં જુદાં જુદાં પ્રકારોના વીજજોડાણો ચેકિંગ કરવા, ચેકિંગ સમયે જરૂરી પત્રકો તૈયાર કરવા, કોર્ટ મેટર સમયે પુરતી જાણકારીથી ધ્યાન આપવું, માહિતી આધારિત તથા એનાલિસિસ કરીને વધુમા વધુ વીજ ચોરીઓ પકડવી, ફિલ્ડમાં કોઇપણ પ્રકારનો અવરોધ ઉભો થાય – ઘર્ષણ થાય ત્યારે તુરંત પોલીસ ફરિયાદ નોંધાવવી વગેરે બાબતો પર ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી. મેનેજમેન્ટ દ્વારા પીજીવીસીએલ હેઠળની જુદા જુદા વિસ્તારોમાંથી આવેલ કુલ ૧૭ ચેકિંગ ટીમોને પ્રશસ્તિપત્ર તેમજ સ્ટાર સાથેના બેઇજ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ તથા વધુ સારી કામગીરી થાય તે માટે શુભેચ્છા આપવામાં આવેલ હતી. વર્કશોપ દરમ્યાન ઘણા ઈજનેરોએ કઠીન પરીસ્થિતમાં મોટી રકમની વીજ ચોરી કેવી રીતે પકડવામાં આવેલ તેના અનુભવ સૌને જણાવેલ, જીયુવીએનેલ વિજીલન્સ વિભાગ, વડોદરાથી આવેલ અધિકારીઓએ પણ જરૂરી માર્ગદર્શન આપેલ હતું. આ એક દિવસીય વર્કશોપમાં માન મેનેજીંગ ડાયરેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલ, માન જોઈન્ટ મેનેજીંગ ડાયરેક્ટરશ્રી પ્રીતિ શર્મા, મુખ્ય ઈજનેર જેજેગાંઘી, જનરલ મેનેજર (ફાઈનાન્સ) કે.એસ,મલકાન, અધિક મુખ્ય ઈજનેર એનઆઈ,ઉપાધ્યાય, ચીફ વિજીલન્સ ઓફિસર બી.સી.ઠક્કર, કંપની સેક્રેટરી એચ.ડી.ચૌહાણ, જીયુવીએનએલ વિજીલન્સ વિભાગના એ.એસ.ચૌધરી તથા પી.ડી.પરમાર ખાસ ઉપસ્થિત રહેલ હતા. આ વર્કશોપ દરમ્યાન વિજીલન્સની કામગીરી હજી વધુ સુદ્રઢ કરવા નીચે પ્રમાણેના ૫ (પાંચ) મુદ્દાઓ બાબતે ગ્રુપ ડિસ્કશન અને પ્રેઝન્ટેશન ગોઠવવામાં આવેલ હતું. આ વર્કશોપમાં સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારોમાં સઘન વીજ ચેકિંગ કરી મોટા પાયે વીજ ચોરી પકડી કંપનીનો વીજ લોસ ઘટાડવાનું નક્કી થયેલ અને તેના અનુસંધાને આગામી દિવસોમાં મોટા પાયે વીજ દરોડા પાડવામાં આવનાર છે.