વાવાઝોડાની વિકટ પરિસ્થિતિમાં સેવાના ઉદેશથી એસો. દ્વારા હેલ્પલાઇ નંબર જાહેર કરાયા મોરબી : મોરબી જિલ્લામાં વાવાઝોડાને લઈને બચાવ કાર્યમાં લાગેલા સરકારી વાહનોને પેટ્રોલિયમ એસો. સ્થળ ઉપર જઈને ડીઝલ પુરી દેશે. તેવી જાહેરાત કરવામાં આવી છે. બિપરજોય વાવાઝોડાની આપાતકાલીન પરિસ્થિતિમાં મોરબી જિલ્લા પેટ્રોલિયમ એસોસિએશના પ્રમુખ વિનોદ નાથાભાઈ ડાભીએ હેલ્પલાઇન નંબર જાહેર કરેલ છે. અને આપાતકાલીન સ્થિતીમા કોઈ પણ સરકારી વાહનો જેવા કે એમ્બ્યુલન્સ, ફાયર સેફટી વાહનો કે અન્ય કોઈ પણ ઇમરજન્સી જરૂરિયાત વાહનોને ડીઝલની જરૂરિયાત રહશે તો ત્યાં ઓન સાઈટ ડીઝલની ડિલિવરી સરકારી નિયમ મુજબ કરી આપવામા આવશે. હેલ્પ લાઇન નંબર (વિનોદ ડાભી 9825060535 (મહેશ ડાભી) 9727702814નો સંપર્ક કરવા જણાવાયું છે.