વાંકાનેર : વાંકાનેર - ચોટીલા નેશનલ હાઇવે પર ભલગામ નજીક આવેલ પેટ્રોલપંપમાં નોકરી કરતો યુવાન રસ્તો ક્રોસ કરી લઘુશંકા કરવા ગયા બાદ પરત પેટ્રોલપંપ પર આવી રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે આવતા ડમ્પર ચાલકે અકસ્માત સર્જી યુવકને હડફેટે લેતા ગંભીર ઇજાઓથી યુવકનું મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માત બાદ ડમ્પર ચાલક નાસી ગયો હતો.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ભલગામ નજીક પેટ્રોલપંપમાં નોકરી કરતા દિનેશભાઇ બીજલભાઈ બથવાર ઉ.45 રહે.ડોશલીધુના તા.ચોટીલા વાળાઓ ગત તા.22ના રોજ પેટ્રોલપંપ પર નોકરીએ હતા ત્યારે બપોરના સમયે પેટ્રોલપંપની સામેની તરફ લઘુશંકા કરી પરત આવવા રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે આવેલા જીજે - 10 - ટીવાય - 8484 નંબરના ટ્રક ડમ્પર ચાલકે તેમને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માત બાદ ડમ્પર ચાલક નાસી જતા બનાવ અંગે મૃતકના મોટાભાઈ ભીખાભાઇ બીજલભાઈ બથવારે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.