તમામ પેટ્રોલ તથા ડીઝલ પંપમાં વેચાણ રાબેતા મુજબ ચાલુ જ રહેશેમોરબી : ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને પડતર પ્રશ્નોને લઈને બાયો ચઢાવી છે. તમામ ડિલરો તા.15 ને શુક્રવારે પેટ્રોલ ડિઝલ નહીં ખરીદવા માટે નો પરચેસ અભિયાન ચલાવશે. ગુજરાત રાજ્યના પેટ્રોલિયમ ડીલર્સના ઘણા પ્રશ્નો પડતર છે. છેલ્લા 6 વર્ષથી ડીલર માર્જિનમાં વધારો થયો નથી. CNGનું ડીલર માર્જિન 1-11-2011 થી 31-03-2023નું મળેલ નથી. બ્રાન્ડેડ પેટ્રોલ / ડીઝલ ફરજિયાત વેચવા માટે વધુ પડતું દબાણ કરી ડીલરને પરેશાન કરે છે. જેને પગલે નો પરચેસ અભિયાનનું એલાન આપવામાં આવ્યું છે. જેમાં ડિલરો પેટ્રોલ/ડીઝલની ખરીદી નહીં કરે. પરંતુ ગ્રાહકોને તકલીફ ન પડે તે માટે વેચાણ ચાલુ રાખવામાં આવશે. તેમ યાદીમાં જણાવાયું છે.