મોરબી : રાજ્યભરના પેટ્રોલ ડીઝલના ડીલરોએ પડતર માંગણીઓને લઈને નો પરચેસ અને વન શિફ્ટ આંદોલનનું એલાન આપ્યું હતું. પણ તેઓની માંગણીઓની ઉચ્ચ કક્ષાએ ભલામણ કરવાની ખાતરી અધિકારીઓ તરફથી મળતા આંદોલનને પાછું ખેંચી લેવામાં આવ્યું છે.આજરોજ સિવિલ સપ્લાય વિભાગ ગાંધીનગર ખાતે ફેડરેશનના હોદ્દેદરોએ સરકાર તથા ઓઇલ કંપનીના અધિકારી સાથે મિટિંગ કરી હતી. સીવીલ સપ્લાય તરફથી વિંનતી કરતો પત્ર મળ્યો હતો. તંદુપરાંત સિવિલ સપ્લાય વિભાગ તરફથી પેટ્રોલિયમ મંત્રાલય તથા ઓઇલ કંપનીના ચેરમેનને માંગણીની ભલામણ કરતો પત્ર લખી મોકલશે તેવી ખાત્રી આપવામાં આવી હતી. ત્યાર બાદ ફેડરેશનના હોદેદારોએ સર્વાનુમતે NO PURCHASE અને 1 નવેમ્બરના ONE SHIFTનુ આંદોલન પાછુ ખેચ્યું છે. તેમ FGPDAના જનરલ સેક્રેટરી ધિમંત ઘેલાણીની યાદીમાં જણાવાયું છે.