મોરબી : નર્મદા જિલ્લાના કેવડિયામાં બે આદિવાસી યુવાનની હત્યા અને સુરત જિલ્લાના અનુસૂચિત જાતિના યુવાનની પોલીસ કસ્ટડીમાં હત્યાના સંદર્ભે તત્કાલ કાર્યવાહી કરી આરોપીઓની ધરપકડ કરવા બાબતે મોરબી સ્વયમ સેવક દળ દ્વારા કલેક્ટરને આવેદન આપી રજુઆત કરવામાં આવી છે.રજુઆતમાં જણાવ્યા અનુસાર, ગુજરાતમાં અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિના લોકો ઉપર થતા અત્યાચારો રોકવામાં સરકાર નિષ્ફળ ગઈ હોય એવું જણાય છે જેનું તાજેતરનું ઉદાહરણ નર્મદા જિલ્લાના કેવડિયામાં બે આદિવાસી યુવાનને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. કેવડીયામાં સરકાર આદિવાદીઓ અને દલિતોને તેમના હક અધિકારો આપવામાં નિષ્ફળ રહી છે અને તેમનું રક્ષણ કરવામાં પણ અસમર્થ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આ ઘટનામાં આરોપીઓને તુરંત પકડીને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરાઈ છે.