મોરબી : મોરબીના અર્બન હેલ્થ સેન્ટર ગોકુલ નગર દ્વારા શનાળા રોડ પર આવેલા ચંદ્રેશ નગર ખાતે આયુષ્મંભવ કાર્યક્રમ અંતર્ગત હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ હેલ્થ મેળામાં ડો.ઉમેશ દેત્રોજા અને ડો. રાજ ચીકણી તેમજ અર્બન હેલ્થ ગોકુલ નગરના સ્ટાફ દ્વારા વિવિધ રોગોનું નિદાન તથા સારવાર કરવામાં આવ્યું હતું. જેમાં બીપી, ડાયાબિટીસ જેવા રોગોનું નિદાન પણ કરવામાં આવ્યું હતું સાથે પી એમ જે વાય કાર્ડ, આભા કાર્ડ કાઢી આપવામાં આવ્યું હતું. આ હેલ્થ મેળાનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.