શખ્સની હરક્તનો વિડીયો જાહેર કરી હિન્દુ આગેવાનોએ ત્વરિત કાર્યવાહીની માંગ ઉઠાવીમોરબી : મોરબીના ઉંચી માંડલ ગામ નજીક અવાવરૂ જગ્યાએ એક શખ્સે ગૌમાતા સાથે વિકૃત હરકતો કરી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે હિન્દુ આગેવાનોએ ત્વરિત કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. આ મામલે આગેવાન કે.બી.બોરીચાના જણાવ્યા અનુસાર ઉંચી માંડલ પાસે બાપા સીતારામ હોટેલ નજીક એક શખ્સે જાહેર ન કરી શકાય તેવું કૃત્ય આચર્યું છે. ઘટનાનો વીડિયો પુરાવો પણ છે. આ ઘટનાથી સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાણી છે. આ ઘટનાને હિન્દુ સંગઠનો દ્વારા સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી છે. વીડિયોમાં જે શખ્સ દેખાય રહ્યો છે. તેની સામે ત્વરિત કડકમાં કડક પગલા લેવામાં આવે તેવી માંગ છે.