મોરબી : દિવાળીનો તહેવાર નજીક આવતો હોય એવા સમયે ઘણા વેપારીઓ હંગામી ફટાકડાનો સ્ટોલ શરૂ કરવા માંગતા હોય છે. જેમાં હળવદ તથા માળીયા(મીં) તાલુકાના હંગામી ફટાકડા સ્ટોલના ઇચ્છુક વેપારીઓએ સ્ટોલ શરૂ કરવા તા.30/10/2023 સુધીમાં અરજી કરવાની રહેશે.હળવદ તથા માળીયા(મીં) તાલુકાના વેપારીઓએ હંગામી ફટાકડાના સ્ટોલ શરૂ કરવા તા.30/10/2023 સુધીમાં સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, પ્રાંત કચેરીના સેવા સદન, રૂમ 11, લાલબાગ, મોરબી-2માં અરજી રજૂ કરવાની રહેશે. ત્યારબાદ કરવામાં આવેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહી. તેમ હળવદ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ હર્ષદિપ કે. આચાર્યની યાદીમાં જણાવાયું છે.