રહેણાંક હેતુ માટેની જમીન હેતુફેર કરાયા બાદ ગેરરીતિ મામલે વ્રજવાટીકા સોસાયટીના પ્રમુખે હાઇકોર્ટના દ્વારા ખખડાવતા પાલિકાએ મંજૂરી રદ્દ કરીમોરબી : મોરબીના રવાપર રોડ ઉપર વ્રજવાટીકા સોસાયટીમાં શિવ ડેવલોપર્સ દ્વારા રહેણાંક હેતુ માટે બિનખેતી થયેલ જમીનમા ખોટા આધાર પુરાવા દર્શાવી કોમર્શિયલ કોમ્પ્લેક્સ નિર્માણ કરવા મામલે વ્રજ વાટીકા સોસાયટી દ્વારા નામદાર હાઇકોર્ટના દ્વાર ખખડાવવામાં આવતા ગંભીર મામલે મોરબી પાલિકા દ્વારા ઓનલાઈન બાંધકામ મંજૂરી રદ કરી દેવામાં આવતા મોરબીમાં ગેરકાયદેસર બાંધકામ કરતા તત્વો માટે સબક રૂપ કેસ સામે આવ્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રવાપર રોડ ઉપર વજેપર સર્વે નંબર 999ની જમીન ઉપર શિવ ડેવલોપર્સ પેઢીના ભાગીદારો દ્વારા વ્રજવાટીકા સોસાયટીની રહેણાંક હેતુની જમીનમાં રોડના ખોટા માપ દર્શાવી કોમર્શિયલ કોમ્પ્લેક્સ નિર્માણ માટે ઓનલાઈન બાંધકામ મંજૂરી લેવામાં આવતા આ મામલે વ્રજ વાટીકા સોસાયટીના પ્રમુખ દ્વારા કાનૂની કાર્યવાહી કરી નામદાર હાઇકોર્ટમાં સમગ્ર મામલો લઈ જવામાં આવતા મોરબી નગરપાલિકા દ્વારા આ કેસમાં નામદાર હાઇકોર્ટના દિશા નિર્દેશ મુજબ શિવ ડેવલોપર્સ પેઢીની ઓનલાઈન મંજૂરી નામંજૂર કરી ગેરકાયદેસર બાંધકામને રૂકજાવ નો આદેશ આપ્યો છે.ઉલ્લેખનીય છે કે સિરામિક નગરી મોરબીમાં મોટાભાગના બાંધકામોની મંજૂરીમાં સરકારની આંખમાં ધૂળ નાખી મંજૂરી લેવામાં આવી રહી છે ત્યારે હાઇકોર્ટના આદેશ બાદ નગર પાલિકાએ ગેરકાયદે બાંધકામ સામે લાલ આંખ કરતા બિલ્ડર લોબીના ચકચાર જાગી છે.