આજે પણ ટ્રાફિક જામ સર્જાતા એકથી દોઢ કિમીના લાંબા અંતર સુધી વાહનોની કતારો લાગી મોરબી : મોરબીના સીરામીક ઝોન ગણાતા પીપળી રોડ ઉપર કાયમી ટ્રાફિક જામની હાડમારી સર્જાઈ છે. આજે પણ પીપળી રોડ ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો. જેમાં એકથી દોઢ કિમીના લાંબા અંતર સુધી વાહનોની કતારો લાગી હતી. જેથી સંખ્યાબંધ વાહનચાલકો ટ્રાફિકજામમાં ફસાયા હતા. મોરબીના પીપળી રોડ ઉપર રંગપર ગામ નજીક આજે સવારથી જ ટ્રાફિકજામ સર્જાયો છે અને છેલ્લા બે કલાકથી ટ્રાફિકજામ સર્જાતા વાહનચાલકોની માઠી દશા થઈ ગઈ હતી. ખાસ ખરીને હેવી વાહનોની લાંબી લાઈનો લાગી હતી. એકથી દોઢ કિમિ સુધી હેવી વાહનોની લાઈનો લાગતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. છેલ્લા બે કલાકથી વાહન વ્યવહાર એકદમ કાચબા ગતિએ ચાલતા અનેક વાહનચાલકો ટ્રાફિકમાં અટવાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સીરામીક ઝોન ગણાતા પીપળી રોડ, જેતપર રોડ ઉપર ટ્રાફિકની કાયમી હૈયાહોળી રહે છે. દરરોજ ઉઠીને વાહનચાલકોને ભારેખમ ટ્રાફિકનો સામનો કરવો પડે છે. અહીં ટ્રાફિક એટલો હોય છે કે સામાન્ય વાહનચાલકને પણ નીકળતા નાકે દમ આવી જાય છે. તેથી આ ટ્રાફિકની સમસ્યા સંબધિત તંત્ર હળવી બનાવે તેવી માંગ ઉઠી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..