વીજળીના વ્યયથી લાખોનું ભારણ, પાલિકા હવે સજાગ બને તેવી લોકમાંગમોરબી : મોરબી નગરપાલિકામાં એક તરફ વિકાસ કામો અને વ્યવસ્થા જાળવવા માટેના નાણાનો અભાવ છે. તો બીજી તરફ ધોળે દિવસે લાઈટો ચાલુ રાખી પૈસાનો વેડફાટ પણ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ દ્રશ્યો જોઈને અનેક જાગૃત નાગરિકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે.મોરબી નગરપાલિકા વિસ્તારમાં અયોધ્યાપુરી રોડ સહિતના અનેક સ્થળોએ સ્ટ્રીટ લાઈટો ધોળે દિવસે પણ ચાલુ જોવા મળતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. એક તરફ સરકાર વીજળી બચાવોનો સંદેશ આપી રહી છે. બીજી તરફ ખુદ નગરપાલિકા જ વીજળીનો વ્યય કરી રહી હોય લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે આ બાબતે હવે નગરપાલિકા સજાગ બને અને બેદરકારી દાખવનાર કર્મચારીઓ ઉપર કાયદેસરના પગલાં લે તેવી માંગ ઉઠી રહી છે.