મોરબી : મોરબી તાલુકાના બેલા ગામ નજીક પાણીપુરી ખાવા આવેલા લોકો નજીવી બાબતે બાખડી પડ્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. મોરબીના કારખાનામાં મજૂરી કામ કરતા શંકરભાઇ ઉર્ફે દિનેશભાઇ ખુમાભાઇ ખાંટએ ફરિયાદ લખાવી છે કે ગત તા. 9ના રોજ મોરબીના પીપળી રોડ પર બેલા નજીક સેલ્જા સીરામીક બહુચર વે બ્રીજની બાજુમા પાણીપુરીની લારીએ તેઓ અને એક વ્યક્તિની સાથે નાસ્તો કરવા માટે આવેલ હતા. ત્યા સાહેદએ ફરીયાદી શંકરભાઇને કહેલ કે 'મારા સસરા રમણભાઇ આપણી પાછળ આવે છે' આમ વાત કરતા આરોપી આરીફ આલમશા સૈયદને એવુ લાગેલ કે સાહેદએ ફરીયાદીને કહેલ કે 'તે સાહેદની પાછળ પાછળ આવે છે.' જેથી, તેણે ફરીયાદીનો કાઠલો પકડી બે-ત્રણ ઝાપટ મારી કહેલ કે 'આ છોકરી ખોટુ બોલે છે? તુ તારા ઘરેથી કોઇ મોટા માણસને અત્યારે જ બોલાવ.' આરોપીએ તેમ કહેતા ફરીયાદીએ સાહેદ રમણભાઇને બોલાવ્યા હતા. તે આવી જતા સાહેદની સાથે બોલાચાલી કરી બેફામ ગાળો આપી ઢીકાપાટુનો મારમારી માથામાં મુંઢ ઈજા કરતા બેભાન હાલત કરી દીધી હતી. અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલમાં પોલીસ આ બનાવ અંગે તપાસ કરી રહી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate